ગુજરાતમાં દિવસેને દિવસે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં તો છેલ્લા એક મહિનામાં હાર્ટ એટેકનાં 450 કેસ નોંધાયા છે. જેથી વહીવટી તંત્રનીચિંતા વધી ગઈ છે. તેવામાં આજે હાર્ટએટેકથી વધુ એક યુવકનું મોત નિપજ્યું છે. જી હા… સુરેન્દ્રનગર વિસ્તારમાં સાયલાના સુદામડામાં 25 વર્ષીય કલ્પેશ ચાવડા નામના યુવકનુ મોત નિપજ્યું છે.
પોલીસ ભરતી માટે દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો, તે દરમિયાન દોડતા દોડતા જ અચાનક યુવક રસ્તા પર ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સાયલા સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે હાર્ટએટેકના કારણે યુવકનુ મોત નિપજ્યું હોવાનુ જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે રાજ્યનાં 20થી 25 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોય. અનેક યુવાનોએ મોતાની જિંદગી ગુમાવી છે.




