ઇઝરાયેલ અને હમાસ વચ્ચે બોમ્બનો વરસાદ હજુ પણ ચાલુ છે. બંને પક્ષો એકબીજા પર બોમ્બ વરસાવી રહ્યા છે. જો કે, ઇઝરાયેલ હવે દરેક મોરચે હમાસને પછાડી રહ્યું છે. હમાસના હુમલાનો ગુસ્સો ઇઝરાયલના મનમાંથી હજુ શમ્યો નથી. ગાઝાની ધ્વસ્ત ઈમારતો દર્શાવે છે કે ઈઝરાયેલ પોતાના પર થયેલા હુમલાને કારણે કેટલું ગુસ્સે છે. હાલમાં હમાસની ધરતી પર માત્ર કાટમાળ જ દેખાઈ રહ્યો છે બીજી તરફ હમાસના આતંકીઓએ ઈઝરાયેલમાં ઘૂસીને મોટી સંખ્યામાં લોકોને બંધક બનાવી લીધા છે. હવે ઇઝરાયલે તેમને બચાવવા માટે ગુપ્તચર યોજના તૈયાર કરી છે.
હમાસની ચુંગાલમાં ફસાયેલા બંધકોને છોડાવવા માટે ઈઝરાયેલ પ્લાન-ફાઈવ તૈયાર કરી રહ્યું છે. ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ અને સુરક્ષા દળો બંધકોની સુરક્ષિત મુક્તિ માટે એક ટીમ બનાવી રહ્યા છે. હમાસનો દાવો છે કે તેણે 130થી વધુ લોકોને બંધક બનાવ્યા છે. આ સિવાય ઈઝરાયેલ હમાસ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. ઈઝરાયેલે પણ અનામત સૈનિકોની ટુકડી બોલાવી છે. 1 લાખ અનામત સૈનિકોને બોલાવવામાં આવ્યા છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 1150 થી વધુ લોકોના મોત થયા છે. 57 સૈનિકો સહિત 750 થી વધુ ઇઝરાયેલના લોકો માર્યા ગયા છે. સાથે જ હમાસના લગભગ 400 આતંકીઓને માર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન ઈઝરાયેલનો દાવો છે કે તેણે હમાસના 550થી વધુ ઠેકાણાઓને નષ્ટ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા ઈઝરાયેલને સૈન્ય મદદ પણ મોકલી રહ્યું છે. જોકે, હમાસે અમેરિકાની મદદ પર તીખી પ્રતિક્રિયા આપી છે. હમાસનું કહેવું છે કે તે અમેરિકાના આ પગલાથી ડરતું નથી. ઈઝરાયેલના પશ્ચિમ કાંઠા વિસ્તારમાં પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ પોલીસ વચ્ચે અથડામણ થઈ છે. પેલેસ્ટિનિયન બદમાશોને કાબૂમાં લેવા ઇઝરાયેલ પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા.