યુદ્ધના બીજા દિવસે ઇઝરાયેલી સેના અને આતંકવાદી ગ્રુપ હમાસ વચ્ચે અથડામણમાં દેશભરના કેટલાક વિસ્તાર પ્રભાવિત થયા છે. ઇઝરાયેલ પર સૌથી ઘાતક હુમલા પછી ઇઝરાયેલમાં સૈનિકો સહિત 700થી વધુ ઇઝરાયેલી માર્યા ગયા છે અને 1900થી વધુ લોકો ઘાયલ થયા છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના જવાબી હુમલા પછી 450થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 2300થી વધુ લોકો ઘાયલ થયા છે. હમાસના આ હુમલા પછી કેટલાક દેશોએ ઇઝરાયેલની મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે.
હમાસના આ હુમલા પછી અમેરિકાએ ઇઝરાયેલની મદદ કરવાની જાહેરાત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. તે પછી તેમણે જંગી જહાજોનો જથ્થો ભૂમધ્ય સાગરમાં મોકલ્યો છે. આ સાથે અમેરિકાએ યુદ્ધ જહાજ F-35,F-15 અને F-16ને પણ એલર્ટ પર રાખ્યા છે. અમેરિકાની આ મદદ પછી માનવામાં આવે છે કે હવે હમાસનું કામ તમામ થવાનું નક્કી છે. આ સાથે જ એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે હમાસના આ હુમલામાં ચાર અમેરિકન નાગરિકના પણ મોત થયા છે.