પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલની સેનાને મોટી સફળતા મળી છે. ઇઝરાયલી દળોએ હમાસના નૌસેના કમાન્ડર મોહમ્મદ અબુ અલીને ઝડપી લીધો છે. મોહમ્મદ અબુ અલીની બ્રિગેડે જ ઇઝરાયલી મ્યુઝિક ફેસ્ટિવલ પર ભયાનક હુમલો કર્યો હતો. આતંકવાદી સંગઠન હમાસનો ટોચનો કમાન્ડર જ્યાં યુદ્ધ ચલાવી રહ્યો હતો તે બિલ્ડિંગ પર ઈઝરાયેલની વાયુસેનાએ પણ બોમ્બ ફેંક્યો છે.
આતંકવાદી સંગઠનના ઘણા ઓપરેશનલ હેડક્વાર્ટરને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. વાયુસેનાએ હમાસ કમાન્ડર મુહમ્મદ કાસ્તાની ઓફિસ પર પણ બોમ્બ ફેંક્યો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેઓ હમાસના નૌકાદળ સાથે સંકળાયેલા હતા. આ પછી ઇઝરાયલી દળોએ હમાસના નેવલ કમાન્ડર મોહમ્મદ અબુ અલીને ઝડપી લીધો હતો. ઈઝરાયેલના સંગીત સમારોહ પર થયેલા ભયાનક હુમલા માટે મોહમ્મદ અબુ અલી જવાબદાર હતો.