માથાનો દુ:ખાવો, થાક કે અનિંદ્રા દુર કરવા જો આપ ઠંડા તેલનો ઉપયોગ કરતા હો તો બંધ કરી દેજો.તે મગજની નશોને નબળી પાડી રહ્યા છે. આથી માથામાં દુ:ખાવા, બ્રેઈન હેમરેજ, બ્રેઈન સ્ટ્રોક અને અંધાપા જેવી સમસ્યા થઈ રહી છે. બીએચયુનાં ન્યુરોલોજી વિભાગમાં દર મહિને આવા 50 થી વધુ કેસ આવી રહ્યા છે. આ રોગથી મહિલાઓ વધુ પીડિત છે.આવા અનેક બ્રાન્ડના ઠંડા તેલ છે.
અનેક સેલિબ્રિટીઓ તેનો પ્રચાર કરી રહ્યા છે.આવા ઠંડા તેલની સાઈડ ઈફેકટ ઘાતક છે. આ તેલમાં કપુરના બેફામ ઉપયોગથી અંધાપો આવવાની સાથે મગજમાં અનેક પ્રકારની બિમારીઓ બહાર આવી રહી છે. બીએસયુના ન્યુરોલોજી વિભાગનાં અધ્યક્ષ પ્રો.વી.એન.મિશ્રે જણાવ્યું હતુ કે ઠંડા તેલનો ઉપયોગ નશાની લત જેવો છે.તેમાં કપુરની માત્રા વધુ હોય છે. બલિયા નિવાસી એક મહિલા કહે છે કે તે 15-20 વર્ષથી ઠંડુ તેલ લગાવી રહી છે. તેણે કહ્યું હતુ કે તે માથામાં દુ:ખાવો થતાં તે ઠંડુ તેલ લગાવે છે.જો હવે રોજ ઠંડુ તેલ ન લગાવે તો ભારે રહે છે.રાત્રે નિંદર પણ નથી આવતી. અન્ય એક મહિલા જણાવે છે કે તે 10 વર્ષથી ઠંડુ તેલ લગાવે છે પહેલા તેને કયારેક જ માથુ દુ;ખતુ હતુ. હવે સતત અડધા માથામાં દર્દ રહે છે. બીએચયુનાં ડોકટરે તેને ઠંડા તેલનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે.