નવરાત્રિને લઈને ખેલૈયામાં ઉત્સાહ જબરજસ્ત જોવા મળી રહ્યો છે. નવરાત્રિના નવલા નોરતાની દરેક ખેલૈયાઓએ પોતપોતાની રીતે તૈયારી કરી છે. સુરતના તાલ ગ્રુપે પણ અનોખી રીતે નવરાત્રિના ઉજવણીની શરૂઆત કરી છે. વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બૂર્સ ખાતે તાલ ગ્રુપની 20 જેટલી મહિલાઓએ અનોખા ગરબાની રમઝટ બોલાવી હતી. ડાયમંડ બૂર્સના ખૂણે ખૂણે ગરબા કર્યા હતા.
નવરાત્રી આપણા સૌનો માનીતો તહેવાર છે વિશ્વનો સૌથી લાંબો નૃત્યમહોત્સવ છે અને નવરાત્રી આવે એટલે કાંઇક નવુ અને કાંઇક અનોખુ શું આવી રહ્યુ છે તેની સૌને જાણવાની ઉત્કંછા હોય છે બીજી તરફ ખૈલયાઓ પણ બીજા કરતાં કાઇક અલગ કરવા અને અલગ માણવા માટે તનતોડ મહેનત કરતાં હોય છે આવી જ કાંઇક તૈયારીઓ સુરતના તાલ ગ્રુપે કરી છે. સુરત ડાયમંડ બૂર્સનું ઓપનિંગ થવાનું બાકી છે ત્યારે ત્યાં પહેલીવાર તાલ ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.