રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકથી થતા મોતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત થયુ છે. મોડાસાના ધોલવાણી ગામે 35 વર્ષનો યુવાન ઘરમાં એકાએક ઢળી પડ્યો હતો.સાગર દેસાઈ નામના ભુવાજી સમગ્ર પંથકમાં જાણીતા હતા.
હાર્ટએટેક આવતા તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા. યુવાનની ઓળખસાગર રબારી ( ભુવાજી ) તરીકે થઈ છે. નોંધનીય છે કે સાગર દેસાઈ ભુવાજી તરીકે સમગ્ર પંથકમાં જાણીતા હતા. અચાનક યુવાનનું મોત નિપજતા ઘરમાં શોકનો માહોલ છવાયો હતો.