અફઘાનિસ્તાનમાં ફરી એક વખત ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. 10 કિલોમીટરની ઉંડાઇ પર તેનું કેન્દ્ર હતું. ચાર દિવસ પહેલા આવેલા ભૂકેંપે અફઘાનિસ્તાનમાં વિનાશ વેર્યો હતો. આ ભૂકંપમાં 4000થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.
અફઘાનિસ્તાનમાં ચાર દિવસ પહેલા ભૂકંપના ત્રણ જોરદાર ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.3,5.9 અને 5.5 હતી. આ શક્તિશાળી ભૂકંપમાં કેટલાક ગામ બરબાદ થયા હતા. હજારો નાગરિકો કાટમાળમાં દબાઇ ગયા હતા જેને કારણે તેમના મોત થયા હતા. હજારો મકાનને નુકસાન થયું છે. આ ભૂકંપ દાયકામાં આવેલા સૌથી ઘાતક ભૂકંપમાંથી એક હતું.