વડતાલ સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ભગત ગોરા કુંભાર વિશે અભદ્ર ભાષામાં બફાટ કર્યો હતો. જેના પગલે પ્રજાપતિ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. એટલું જ નહીં રાજકોટમાં પ્રજાપતિ સામાજે કલેક્ટરને આવેદન પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારે આ સ્થિતિ વચ્ચે બ્રહ્મસ્વરૂપ સ્વામી આ મુદ્દે માફી માંગી છે. માફી પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી પત્રમાં લખ્યું છે કે, થોડા સમય પહેલા મારાથી સત્સંગ પ્રવચનમાં ભક્ત ગોરા કુંભાર વિશે, તેમનો ઇતિહાસ મને સંપૂર્ણ ખ્યાલ ન હોવાથી, અમુક શબ્દો ખોટા બોલાય ગયા હોય. આ બાબતે મારી કાંઈ ભૂલ થઈ હોય, તેનાથી ગોરા કુંભાર ભક્ત વિશે આસ્થા ધરાવતા તમામ ધર્મપ્રેમી જનતાના દીલને ઠેસ પહોંચી હોય તો, હું સાચા હ્રયથી માફી માંગુ છું.