તહેવારી સિઝન વચ્ચે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ માટે વિવિધ સારી ડિસ્કાઉન્ટ ઑફર મળી રહી છે. જો તમે પણ તમારા માટે નવું ગેજેટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો, આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. પાવરફુલ Vivo સ્માર્ટફોન પર રૂ. 5 હજાર સુધીની રકમ બચાવવાની શાનદાર તક મળી રહી છે.
કયા Vivo ફોનમાં મળી રહી છે. ડીલ?
Vivoના Vivo T2 Pro 5G પર સારી ડીલ ઉપલબ્ધ છે. Vivoનો આ સ્માર્ટફોન ઝડપી પ્રોસેસર સાથે આવે છે. યુઝર્સને ફોનમાં 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે મળે છે. ફોનની કિંમત વિશે વાત કરીએ તો, રૂ.26,999 એમઆરપીની પ્રારંભિક કિંમતે આવે છે. તમે આ ફોન પર સીધા રૂ. 5 હજાર બચાવી શકો છો. હા, જો તમે ફ્લિપકાર્ટ પરથી ફોન ખરીદો છો તો ડિસ્કાઉન્ટ ડીલમાં સસ્તા દરે ફોન ખરીદી શકો છો.
ઑફર્સ
મીડિયા અહેવાલ અનુસાર, Axis Bank અને Citi ક્રેડિટ કાર્ડ દ્વારા ફોન ખરીદવા પર રૂ. 1000 સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. જ્યારે Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ દ્વારા ફોન ખરીદવા પર રૂ. 500 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કોટક બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ફોન ખરીદવા પર રૂ. 1000 સુધીનું ડિસ્કાઉન્ટ છે અને જો તમે એક્સચેન્જ ઑફર દ્વારા ફોન ખરીદો છો, તો તમે તમારો જૂનો ફોન આપીને નવા ડિવાઇસ પર વધુમાં વધુ રૂ. 21,750 સુધી બચાવી શકો છો. ડિસ્કાઉન્ટ પછી ફોનની કિંમત વેબસાઇટ પર રૂ. 26,999ની જગ્યાએ રૂ.23,999 લિસ્ટ કરવામાં આવી છે. જો કે, ઑફર્સનો લાભ લઈને ફોનની કિંમત રૂ.21,999 સુધી ઘટાડી શકાય છે.
vivo T2 Pro 5Gના ફીચર્સ
પ્રોસેસર-ડાઈમેન્શન 7200 પ્રોસેસર
ડિસ્પ્લે-6.7 ઇંચ ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે
રેમ અને સ્ટોરેજ- 8GB+8GB રેમ અને 128GB સ્ટોરેજ
કેમેરા- 64MP + 2MP બેક કેમેરા 16MP ફ્રન્ટ કેમેરા
બેટરી-4600 mAh