આઈસીસી વર્લ્ડ કપ 2023 હેઠળ આજે ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે શાનદાર કેચ પકડ્યો છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. શાર્દુલ ઠાકુરે બાઉન્ડ્રી લાઇન પર અફઘાન ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝનો એવો આશ્ચર્યજનક કેચ પકડ્યો હતો, જેણે બધાને ચોંકાવી દીધા છે. શાર્દુલ ઠાકુરે બાઉન્ડ્રી લાઇન પર હવામાં કૂદીને અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝનો આશ્ચર્યજનક કેચ પકડ્યો હતો.
સોશિયલ મીડિયા પર છવાયો શાર્દુલ ઠાકુર
શાર્દુલ ઠાકુરના કેચનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો તેના વખાણ કરી રહ્યા છે. વાસ્તવમાં, હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાનની ઇનિંગ્સની 13મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. હાર્દિક પંડ્યાની ઓવરના ચોથા બોલ પર અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે હવામાં શોટ રમ્યો હતો, પરંતુ શાર્દુલ ઠાકુરે બાઉન્ડ્રી લાઇન પર હવામાં ઉછળીને આશ્ચર્યજનક કેચ પકડ્યો હતો.
અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝને વિશ્વાસ જ ન આવ્યો કે શાર્દુલ ઠાકુરે કેચ પકડ્યો છે. અફઘાનિસ્તાનનો ઓપનિંગ બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝ 21 રન બનાવીને આઉટ થયો હતો. શાર્દુલ ઠાકુરના આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 13મી ઓવરમાં, રહેમાનુલ્લાહ ગુરબાઝે હાર્દિક પંડ્યાના ચોથા બોલ પર પુલ શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફાઇન લેગ પર ઉભેલા શાર્દુલ ઠાકુરે પોતાનું સંતુલન ગુમાવ્યા વિના બાઉન્ડ્રીની ખૂબ નજીક એક ઉત્તમ કેચ પકડ્યો હતો.





