ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 11 ઓક્ટોબરે 30 વર્ષનો થયો છે. હાર્દિકને તેના બર્થ ડે પર ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. જો કે, તેનો જન્મદિવસ ત્યારે ખાસ બની ગયો જ્યારે તેણે અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા 40 હજારથી વધુ દર્શકોની સામે બર્થ ડે કેક કાપી હતી. આ ખાસ ક્ષણ દરમિયાન હાર્દિકની સાથે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ પણ હાજર હતા.
ICC ODI વર્લ્ડ કપ 2023માં આજે ટીમ ઈન્ડિયા તેની બીજી મેચ રમી રહી છે. આ મેચ અફઘાનિસ્તાન સામે છે. આ મેચ પહેલા દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાએ પોતાના જન્મદિવસના ખાસ અવસર પર સ્ટેડિયમમાં કેક કાપી હતી. દરમિયાન હાર્દિક પંડ્યાએ કહ્યું કે, ‘ટીમના દરેક જણ જાણે છે કે આજે મારો જન્મદિવસ છે, મને સવારે અને ગઈકાલે રાત્રે સૂતા પહેલા ખૂબ શુભેચ્છાઓ મળી છે. અમે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે સારી બોલિંગ કરી હતી. બોલિંગ કરતી વખતે અમે તેમને દબાણમાં રાખ્યા અને અમે મેચ જીત્યા હતા. વિરાટ અને કેએલ રાહુલે જે રીતે દબાણમાં બેટિંગ કરી તે પ્રશંસા પાત્ર છે.
અફઘાનિસ્તાને ટોસ જીત્યો હતો
ભારત સામેની આજની મેચમાં અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની પ્રથમ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં બાંગ્લાદેશ સાથે હતી. જોકે, અફઘાનિસ્તાનની ટીમ તેની પ્રથમ મેચમાં હારી ગઈ હતી. આવી સ્થિતિમાં તેઓ પોતાની બીજી મેચમાં ખિતાબની પ્રબળ દાવેદાર ટીમ ઈન્ડિયાને જબરદસ્ત ટક્કર આપવાનો પ્રયાસ કરશે.