સુપ્રીમ કોર્ટમાં બિલ્કીસ બાનો દોષિતોની સમય પહેલા જેલમુક્તિના કેસની સુનાવણી થઈ હતી. બિલ્કીસ બાનો વતી કોર્ટમાં ગુનેગારોને પાછા જેલમાં મોકલવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સજા પૂરી થાય તે પહેલા રિલીઝને પડકારવામાં વિલંબ પર બિલ્કિસના વકીલ શોભા ગુપ્તાએ કહ્યું કે તેનું કારણ રિલીઝ દસ્તાવેજની ઉપલબ્ધતા નથી. વકીલે કહ્યું કે તે ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે ગુનેગારોને મુક્ત કર્યા પછી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારપછી અમે ઓર્ડરની કોપી લેવા પહોંચ્યા હતા. સજામાં માફી મળ્યા બાદ અમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.
શોભા ગુપ્તાએ કહ્યું કે આટલા ગંભીર ગુના માટે સજા પૂરી કરતા પહેલા છોડી ન દેવા જોઈએ. આમ તો આ કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ હતી. ત્યાં સજા સંભળાવવામાં આવી ત્યારે મહારાષ્ટ્ર સરકારને પણ સજામાં છૂટ આપવાનો અધિકાર હતો. આવા ગંભીર ગુનેગારોને સરકાર આ પ્રકારની છૂટ આપીને સમાજને શું સંદેશ આપવા માંગે છે?