ક્રિકેટ વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના રોજ શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.પાકિસ્તાનની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચી છે. પાકિસ્તાનની ટીમ ગઈ કાલે બપોરે 3.50 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. ત્યાંથી પાકિસ્તાનની ટીમ સીધી આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રિજન્સી ખાતે 4.30 વાગ્યે હયાત હોટલ પહોંચી ગઈ હતી.