વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વિવિધ નિર્ણયો લેવાયા છે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે ‘મેરા યુવા ભારત’ ની સ્થાપનાને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, “દેશ અને વિદેશમાંથી કરોડો યુવાનો ‘My BHARAT’ પ્લેટફોર્મ સાથે જોડાશે. તેનાથી ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાનું સપનું સાકાર કરશે. એના દ્વારા યુવાનો પોતાની આકાંક્ષાઓને પૂરી કરી શકશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ દિવસે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. ,
મેરા યુવા ભારત (એમવાય ભારત) એક સ્વાયત્ત સંસ્થા છે, જે રાષ્ટ્રીય યુવા નીતિમાં ‘યુવાનો’ની વ્યાખ્યાને અનુરૂપ 15-29 વર્ષની વયજૂથના યુવાનોને લાભ આપશે. ખાસ કરીને કિશોરો માટે બનાવવામાં આવેલા કાર્યક્રમના ઘટકોના કિસ્સામાં લાભાર્થીઓ 10-19 વર્ષની વયજૂથના હશે. અનુરાગ ઠાકુરે કહ્યું, “દરેક માટે દેશ પ્રાથમિકતા છે.” ભારતના વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે My BHARAT પ્લેટફોર્મ લાવ્યા છીએ. આ માત્ર યુવાનોની ભાગીદારી માટે છે.તમે પણ ભારતને એક કરવાની વાત કરી રહ્યા છો અને કોંગ્રેસ પણ ભારત જોડો યાત્રા કરી રહી છે.પત્રકારોએ પૂછેલા સવાલ પર અનુરાગ ઠાકુરે કટાક્ષ કરતા કહ્યું કે, “દરેક વ્યક્તિએ દેશને એક કરવાના પ્રયાસો કરવા જોઈએ પરંતુ પરંતુ ભાવના સાચી હોવી જોઈએ.”