કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 14 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાનની મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં જોશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ, ગાંધીનગરના અનેક કાર્યક્રમોમાં હાજર રહેશે. તેમજ નવરાત્રી પણ શરૂ થઇ રહી હોવાથી તેઓ માણસા ખાતે કુળદેવીના દર્શન કરવા પણ જશે.
નોંધનીય છે કે, ગત સપ્ટેમ્બર માસના અંતમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમના હસ્તે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમના આશરે રૂ.1700 કરોડના વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું હતું.