નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચના પગલે અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં નાનું મોટું છમકલું ન થાય તે માટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ પણ ગોઠવી દેવામાં આવશે. મેચ દરમિયાન સ્ટેડિયમમાં 150 અધિકારી અને 5 હજાર પોલીસ જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે. મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વન ડે વર્લ્ડ કપમાં પોલીસનો થ્રિ લેયર બંદોબસ્તનો પ્લાન તૈયાર કર્યો છે. જેમાં 1 DIG, 13 DCP, 18 ACP, 56 PI, 117 PSI હાજર રહેશે. મહિલા અને પુરુષ મળી પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે.