Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

આજે 8મી વખત પરાસ્ત થશે પાકિસ્તાન!

રોહિત સેના 31 વર્ષનો ઈતિહાસ જાળવી શકશે?

aaspassdaily by aaspassdaily
2023-10-14 11:31:38
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

જે ક્ષણની ક્રિકેટરસિકો આતુરતાથી રાહ જોતા હતા તે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં જંગની ક્ષણ આવી ચૂકી છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ ટોસ માટે મેદાનમાં ઉતરશે. મહત્વનું છે કે વર્લ્ડ કપની શ્રેણીમાં ભારત અને પાકિસ્તાન 8મી વખત આમને-સામને ટકરાશે. ખાસ વાત એ છે કે અત્યાર સુધીની 7 મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પછાડયું છે.
વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન જુદા જુદા બે મેચ રમ્યા છે. જેમાં બનેએ તાકાત સાથે વિરોધી ટીમને પરાષ્ત કરી હતી. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવીને પાકિસ્તાન સામે પહોંચી છે તો નેધરલેન્ડ અને બાંગ્લાદેશને હરાવી પાકિસ્તાને આ ક્રમ હાંસલ કર્યો છે. ઇતિહાસમાં ડોકિયું કરીએ તો 1992માં જીતના શ્રી ગણેશ થયા હતા. 1992માં વર્લ્ડ કપની મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ રમાઈ હતી. જેમાં ભારતનો પ્રથમ વખત પાકિસ્તાન સામે 43 રનથી વિજય થયો હતો. જેના 4 વર્ષ બાદ પણ પાકિસ્તાન ભારત વચ્ચે પાકિસ્તાન હારી ગયું હતું. વધુમાં 1999માં માન્ચેસ્ટરમાં વર્લ્ડકપ દરમિયાન બંને દેશ વચ્ચે ટક્કર થઈ હતી. ત્યારે કારગીલ યુદ્ધના છાયામાં યોજાઈ હતી. જેમાં માત્ર ભારતીય જ નહીં પાકિસ્તાની ચાહકોને પણ જીત સિવાય અન્ય કોઈ વાતથી સંતોષ થવાનો નહોતો. તો વર્લ્ડ કપ 2003 સુધીમાં તેંડુલકર ક્રિકેટના હોરો રહ્યા હતા અને જબરદસ્ત પરફોર્મન્સ સાથે મુંબઈના આ બેટ્સમેને સેન્ચુરિયનમાં પાકિસ્તાનની ફાસ્ટ બોલર અકરમ, શોએબ અખ્તર અને યુનિસને બરાબરના ધોયા ન હતા.
બાદમાં 2007ના વર્લ્ડ કપ યોજાયો હતો. જેમાં ભારત પાકિસ્તાન બંને ટીમો સામસામે આવી શકી ન હતી અને લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. બાદમાં 2011માં ભારત વર્લ્ડ કપની સહ-મેજબાની કરી રહ્યું હતું. ત્યારે મોહાલીમાં પાકિસ્તાન સામે સેમિફાઇનલ મેચમાં સચિન તેંડુલકરે ફરી શાનદાર ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હતી. બાદમાં વર્લ્ડ કપ 2015માં કોહલીની 107 રનની શાનદાર ઈનિંગ અને શિખર ધવન, સુરેશ રૈનાની અડધી સદીની ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે 300 રન બનાવ્યા હતા. તો બોલરો સામે પાકિસ્તાન ટીમ ઘૂંટણીઓ થઈ ગઈ હતી અને 224 રનમાં સમાઈ ગયું હતું. સાથે જ 2019માં પાકિસ્તાનને રોહિતના બેટની તોફાની તાકાત જોઈ હતી. હવે આજે નવો ઇતિહાસ રચાશે.

Previous Post

રામ મંદિરના નિર્માણમા બલિદાન આપનારને શ્રદ્ધાંજલિ અપાશે

Next Post

આજે ગુજરાતમાં રાત્રીના 8થી 12 વાગ્યા સુધી હાઇ એલર્ટ : ડીજીપી

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
આજે ગુજરાતમાં રાત્રીના 8થી 12 વાગ્યા સુધી હાઇ એલર્ટ : ડીજીપી

આજે ગુજરાતમાં રાત્રીના 8થી 12 વાગ્યા સુધી હાઇ એલર્ટ : ડીજીપી

મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે,: જગદગુરુ રામભદ્રાચાર્યનું નિવેદન

મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે,: જગદગુરુ રામભદ્રાચાર્યનું નિવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.