રામચરિતમાનસની એક ચોપાઈના વિવાદ વચ્ચે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મોટી ભવિષ્યવાણી કરી છે. જગદગુરુ રામભદ્રાચાર્યએએ પણ જણાવ્યું કે મોદી સરકારમાં તેમને કયા, કયા મોટા કામો કરાવવાના છે. આ સિવાય તેણે સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અને બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરને પણ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. રામભદ્રાચાર્યએ કહ્યું કે, આ બંને મારી સામે આવે રામચરિતમાનસમાં તેમની જે પણ સમસ્યા હશે તે હું ઉકેલીશ.
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે, મારી વાત માનીને રામ મંદિરનું નિર્માણ થયું. તમે જાણો છો કે, હું ફરીથી ભવિષ્યવાણી કરી રહ્યો છું. પીએમ મોદી ત્રીજી વખત પણ આવશે અને આ વખતે ઘણા મોટા કામ કરવાના છે. ગૌહત્યા બંધ કરાવવાની છે અને હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની છે.