જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં હિન્દુ અને શીખ પરિવારોને ઘર છોડીને જતા રહેવાની ધમકી આપવામાં આવી છે.જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારમાં હિન્દુ અને શીખ પરિવારોને ઘર છોડી જવાની ધમકી અપાઈ છે. અનેક ઘરો પર પોસ્ટર ચોંટાડી દેવાયા છે અને ઘરને ખાલી કરવાની ધમકી પણ અપાઈ છે.આ પોસ્ટર પર ઉર્દૂમાં લખેલું હતું કે તમામ હિન્દુ અને સરકાર બિરાદરીના લોકોને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ જલદીથી જલદી વિસ્તારને ખાલી કરી દે નહીંતર તમારે ભોગવવાનો વારો આવશે. જો આવું નહીં કરવામાં આવે તો તેના ગંભીર પરિણામો પણ ભોગવવા પડશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
આ પોસ્ટરને લઇને લોકોમાં ડરનો માહોલ જોવા મળતો હતો અને લોકોએ તેની જાણકારી પોલીસને આપી હતી. પોલીસે પોસ્ટરને કબજામાં લીધા છે અને આ કેસની તપાસ હાથ ધરી છે. આ દરમિયાન પીડિતોએ પોલીસ અને સૈન્યને ધમકી આપનારા દેશવિરોધી તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. પૂંછ જિલ્લાના દેગવાર સેક્ટર પાકિસ્તાનની સરહદે આવેલું છે. શનિવારે સાંજે આશરે 6 વાગ્યે લોકો પોતાના ઘરથી બહાર આવ્યા તો આ પોસ્ટર જોઇને તેઓ ડરી ગયા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે પૂંછ જિલ્લાનો દિગવાર વિસ્તાર પાકિસ્તાનની સરહદ પાસે આવેલો છે. અહીથી માત્ર થોડા અંતર પર પાકિસ્તાનની સરહદ આવેલી છે અને આ વિસ્તારમાં હિન્દૂ અને શિખ સમાજના ઘણા ઘર છે જ્યારે તે વિસ્તારમાં દેશ વિરોધી તાકાતો વિરૂદ્ધ ગ્રામીણો ખુલીને બોલે છે અને હંમેશા ભારતીય સેના અને પોલીસ સાથે ઉભા રહે છે, કારણ કે આ પહેલા પાકિસ્તાન તરફથી નશાની તસ્કરીના પ્રયાસ કરવામાં આવ્યા હતા જેને સેનાએ નિષ્ફળ બનાવી દીધો હતો.






