ખેડા જિલ્લાના કપડવંજમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે ત્રણ જગ્યાએ ચાલતા જુગારન અડ્ડાઓ પર રેડ કરી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે કપડવંજના તન્મય રાવલ, આમિર પઠાણ અને લાલાના જુગારના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. કપડવંજ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા આ જુગારના અડ્ડાઓ પરથી પોલીસે વહીવટદાર પોલીસકર્મી તન્મય રાવલ સહિત 18 જુગારીઓની ધરપકડ કરી છે અને કુલ 1 લાખ 12 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વહીવટદાર પોલીસકર્મી તન્મય રાવલ છેલ્લા ઘણા વર્ષોથી જુગારધામ ચલાવે છે અને તે પોતે ઘણા વર્ષોથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જો કે એક રાજકીય અધિકારીના દબાણથી પોલીસકર્મી તન્મય રાવલને છોડી મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.