સોમવાર 16 ઓક્ટોબર 2023ના રોજ, બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે દિલ્હીમાં સોનાનો ભાવ 150 રૂપિયા ઘટીને 60,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. જો તમે પણ સોના કે ચાંદીના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો, જો તમે પણ સોના-ચાંદી ખરીદવા અંગે વિચારી રહ્યો છો તે તમારા શહેરમાં સોના-ચાંદીના ભાવ શું છે? તે જાણવું જરૂરી છે.
આજે વાયદાના વેપારમાં સોનાની કિંમત 393 રૂપિયાના ઘટાડા સાથે રૂપિયા 59,015 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, ડિસેમ્બર ડિલિવરી માટેના સોનું કોન્ટ્રેક્ટ 13,848 લોટના બિઝનેસ ટર્નઓવર પર રૂ. 393 અથવા 0.66 ટકા ઘટીને રૂ. 59,015 પ્રતિ 10 ગ્રામ થયું હતું. વિશ્લેષકોએ સોનાના ભાવમાં ઘટાડાનું કારણ સહભાગીઓ દ્વારા તેમની સ્થિતિમાં ઘટાડો કર્યો છે. વૈશ્વિક સ્તરે, ન્યૂયોર્કમાં સોનું 0.83 ટકા ઘટીને US$1,925.40 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું.
સોમવારે ચાંદીના વાયદાનો ભાવ રૂ. 367 ઘટી રૂ. 70,920 પ્રતિ કિલોગ્રામ થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદીના કોન્ટ્રેક્ટ 20,568 લોટના ટર્નઓવર સાથે રૂ. 367 અથવા 0.51 ટકાના ઘટાડા સાથે રૂ. 70,920 પ્રતિ કિલોગ્રામ રહ્યા હતા. વૈશ્વિક સ્તરે, ન્યુયોર્કમાં ચાંદી 0.68 ટકા ઘટીને US$22.74 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી.