ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં ભારત સહિત અન્ય દેશોના ઘણા નાગરિકો ફસાયા છે. ભારતે પણ ઈઝરાયેલમાંથી ભારતીયોને પરત લાવવા પુરજોશમાં કામગીરી કરી રહ્યું છે. ઈઝરાયેલની રાજધાની તેલ અવીવથી 220 ભારતીયોને લઈને દિલ્હી આવી રહેલ એર ઇન્ડિયાની ફ્લાઇટ મિસાઈલ હુમલાનો શિકાર બનતારહી ગઇ છે. અધિકારીઓએ જણાવ્યું કે, એરલાઈન્સે સુરક્ષાના કારણે ઓપરેશન અટકાવી દીધું છે. જો કે એર ઈન્ડિયાના પ્રવક્તાએ ઓપરેશન અજય અટકાવવા મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ઈઝરાયેલના તેલ અવીવના એરપોર્ટ પર AI-140માં લગભગ 220 મુસાફરો સવાર હતા. આ દરમિયાન ફ્લાઈટ ટેકઓફ કરે તેની થોડી મિનિટો પહેલા જ હુમલો થયો. જે સમયે વિમાનના ટેકઓફની તૈયારીઓ ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક મિસાઈલ પર નજર પડી. મિસાઈલની જાણ થતાં જ અધિકારીઓએ તુરંત વિમાન રોકી દીધું. ત્યારબાદ રન-વે પર તપાસ કરવામાં આવી અને 30 મિનિટ બાદ વિમાનનો ટેકઓફની મંજુરી અપાઈ. ઉલ્લેખનિય છે કે, ઈઝરાયેલામાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા ઓપરેશન અજય ચલાવાઈ રહ્યું છે.
એરલાઈન્સના એક અધિકારીએ કહ્યું કે, જો 1 મિનિટ પહેલા વિમાને ટેકઓફ કર્યું હોત તો મોટી દુર્ઘટના સંર્જાવાની સંભાવના હતી. ઘટનાથી વાકેફ અધિકારીએ કહ્યું કે, ડ્રીમલાઈનર 787 ટેકઓફ માટે તૈયાર કરવામાં આવી રહ્યું હતું. મિસાઈલની માહિતી મળી ત્યારે થોડી મિનિટો બાદ આ વિમાન ટેકઓફ થવાનું હતું. જો થોડી મિનિટો પહેલા ટેકઓફ કર્યું હોત તો વિમાન મિસાઈલની ઝપેટમાં આવવાની વધુ સંભાવના હતી. મિસાઈલના કારણે વિમાનના ટેકઓફમાં 30 મિનિટનો વિલંબ થયો. અધિકારીઓએ જણાવ્યું કે, ઓપરેશન અજય હેઠળ એઆઈ-140ની આ ત્રીજી ફ્લાઈટ હતી. એરલાઈન્સે સુરક્ષાના કારણે ઓપરેશન અટકાવી દીધું છે. જોકે એર ઈન્ડિયાના પ્રવક્તાએ ઓપરેશન અજય અટકાવવા મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે મુખ્ય અધિકારીએ સ્પષ્ટ કહ્યું છે કે, ઓપરેશન અજયને હાલ અટકાવી દેવાયું છે.
તેમણે કહ્યું કે, સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. વિમાનના ટેકઓફ સમયે ફ્લાઈટમાં 2 પાયલોટ અને એક ફર્સ્ટ ઓફિસર તૈનાત હતા. મિસાઈલની માહિતી મળતા જ તેમણે ફ્લાઈટનો અટકાવવા મજબુત થવું પડ્યું. એર ટ્રાફિક કંટ્રોલે તુરંત પાયલોટને ઉડ્ડયન રોકવા કહ્યું. જ્યા સુધી ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના અધિકારીઓની ટીમ એરપોર્ટ પર ન આવે ત્યાં સુધી ફ્લાઈટને ત્યાં જ રોકવામાં આવી. ટીમે લગભગ અડધો કલાક તપાસ કરી. ક્લિયરન્સ મળ્યા બાદ વિમાનને ટેકઓફ થવાની મંજુરી અપાઈ.