Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પીએમ કિસાન યોજનામાં મનરેગામાં 33 લાખ બોગસ લાભાર્થી પકડાયા

બોગસ-ડુપ્લીકેટ લાભાર્થીઓને હટાવાતા 18000 કરોડની બચતનો અંદાજ: સબસીડીયુક્ત ખાતરમાં પણ મોટાપાયે ગેરરીતિના કિસ્સા

aaspassdaily by aaspassdaily
2023-10-17 11:40:09
in તાજા સમાચાર, બિઝનેસ
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારની પીએમ કિસાન સમ્માન નિધિ, મનરેગા, ખાતર સબસીડી જેવી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓમાં મોટી સંખ્યામાં બોગસ લાભાર્થીઓ ઘુસી ગયા છે અને તેઓની ઓળખ કરીને ચાલુ વર્ષે રૂા.18000 કરોડની બચત થવાનો અંદાજ મુકયો છે. કેન્દ્ર સરકારના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં મોટી સંખ્યામાં બોગસ લાભાર્થીના ખાતા બ્લોક કરી જ દેવાયા છે.
પીએમ કિસાન સમ્માન નિધિમાં અત્યાર સુધીમાં 1.71 કરોડ બોગસ કે ડુપ્લીકેટ લાભાર્થીઓને હટાવવામાં આવ્યા છે. છેલ્લા છ મહિનાથી કેન્દ્ર તથા રાજયોની સરકારો લાભાર્થીઓના ડેટાબેઈઝની ચકાસણી કરતી હતી. બોગસ અને ડુપ્લીકેટ લાભાર્થી હટાવાય રહ્યા છે. યોગ્ય વ્યક્તિને જ સરકારી યોજનાઓના લાભ મળે તેવો આશય છે. ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર પીએમ કિસાન યોજનામાં જ બોગસ લાભાર્થી હટાવાતા 9000 કરોડની બચત થવાનો અંદાજ છે. પીએમ કિસાન યોજનામાં નાના ખેડુતોને ત્રણ હપ્તામાં વર્ષે રૂા.6000ની રોકડ સહાય આપવામાં આવે છે. કિસાનોના બેંક ખાતામાં જ નાણાં જમા થાય છે. ફેબ્રુઆરી 2019માં લોંચ થયા બાદ 11.5 કરોડ ખેડુતોને રૂા.2.40 લાખ કરોડ આપવામાં આવ્યા છે. ચાલુ નાણાવર્ષ માટે 60000 કરોડની બજેટ ફાળવણી છે.
આ ઉપરાંત સબસીડીયુક્ત ખાતર ઉદ્યોગોને વેચી દેવાની ગેરરીતિ વિશે પણ તપાસ માટે ખાસ સ્કવોડ રચવામાં આવી છે તેના દ્વારા 30 કેસો પકડીને 80000 ખાતર બેગ જપ્ત કરવામાં આવી છે. કૌભાંડકારો સામે કાળાબજાર નિયંત્રણ ધારા હેઠળ ગુના દાખલ કરાયા છે. કેન્દ્ર સરકારે મોટી સબસીડી ચુકવીને ખેડુતોને રૂા.266માં ખાતરની થેલી આપે છે તેમાં સબસીડીની રકમ 2500 રૂપિયા છે. ખાતર સબસીડી માટે ચાલુ વર્ષના બજેટમાં રૂા.1.75 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. જો કે, સબસીડી પેટેનું બીલ 2.25 લાખ કરોડ સુધી પહોંચી જાય તેમ છે. મનરેગામાં કેન્દ્ર સરકારે ગત વર્ષે 33 લાખ બોગસ કે ડુપ્લીકેટ જોબકાર્ડ પકડી પાડયા હતા અને તેમાં અંદાજીત 4000 કરોડની બચત થવાનો અંદાજ છે. મનરેગા માટે ચાલુ વર્ષે માત્ર 60000 કરોડની જ ફાળવણી કરવામાં આવી છે જે ગત વર્ષ કરતા 18 ટકા ઓછી હતી.

Previous Post

હમાસના આતંકીઓના પાપનું ફળ ભોગવતા ફિલીસ્તીનીઓ

Next Post

હાર્ટ ઍટેકથી આજે વધુ બેનાં મોત : પાટણમાં ન્હાતા-ન્હાતા આધેડનું મોત

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખે યુક્રેન સામેના યુદ્ધમાં બે દિવસ માટે શસ્ત્રવિરામની કરી જાહેરાત

April 10, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

નૅશનલ હાઇવે પર આજથી કેશલેસ ટોલ સિસ્ટમ અમલી

April 10, 2026
Next Post
હાર્ટ ઍટેકથી આજે વધુ બેનાં મોત : પાટણમાં ન્હાતા-ન્હાતા  આધેડનું  મોત

હાર્ટ ઍટેકથી આજે વધુ બેનાં મોત : પાટણમાં ન્હાતા-ન્હાતા આધેડનું મોત

સમલૈંગિક લગ્નને માન્યતા નહીં, સ્પેશિયલ મેરેજ એક્ટમાં ફેરફારનું કામ સંસદનું: સુપ્રીમ કોર્ટે

સમલૈંગિક લગ્નને માન્યતા નહીં, સ્પેશિયલ મેરેજ એક્ટમાં ફેરફારનું કામ સંસદનું: સુપ્રીમ કોર્ટે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.