કિંમત અને ઑફર્સ
HONOR Play 8T સ્માર્ટફોન મિડનાઈટ બ્લેક, જેડ ગ્રીન, સ્ટ્રીમિંગ સિલ્વર કલર વિકલ્પોમાં આવે છે. ફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1099 યુઆન એટલે કે લગભગ રૂ. 12,520 છે. જ્યારે તેના 8GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1299 Yuan એટલે કે લગભગ રૂ. 14,930 છે. ફોનને ચીનમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
Honor Play 8Tની વિશિષ્ટતાઓ
ફોનમાં 6.8 ઇંચની FHD+ ડિસ્પ્લે છે. તેમાં 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ છે. પ્રોસેસર સપોર્ટ તરીકે ફોનમાં ડાયમેન્સિટી 6080 ચિપસેટ ઉપલબ્ધ છે. ફોન એન્ડ્રોઇડ 13 આધારિત MagicOS 7.2 પર કામ કરે છે. ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો મુખ્ય કેમેરા 50MPનો છે. આ સિવાય 2MP ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનના આગળના ભાગમાં 8MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનના આગળના ભાગમાં પંચ-હોલ કેમેરા કટઆઉટ જોવા મળે છે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. પાવર બેકઅપ માટે, ફોનમાં 6000mAh બેટરી તેમજ 35W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.






