ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઇરાન પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે અમેરિકા ઇરાનની બેલેસ્ટિક મિસાઇલ અને યુએવી પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આ વાતની જાણકારી આપી છે, તેમણે જણાવ્યું કે અમેરિકા ઇરાનના બેલેસ્ટિક મિસાઇલ અને યુએવી કાર્યક્રમોનો મુકાબલો કરવા માટે નવા પ્રતિબંધ લગાવી રહ્યું છે.
મહત્ત્વપૂર્ણ છે કે અમેરિકાએ ઇરાન પર પ્રતિબંધ એવા સમયે લગાવ્યું છે જ્યારે ઇરાનના બેલેસ્ટિક મિસાઇલ અને ડ્રોન કાર્યક્રમ પર સુરક્ષા પરિષદ દ્વારા વર્ષ 2015માં લગાવવામાં આવેલો પ્રતિબંધ સમાપ્ત થવાનો છે. જોકે, અમેરિકાએ આ પહેલા જ ઇરાન પર નવા પ્રતિબંધની જાહેરાત કરી છે.
આ પહેલા યુરોપીયન દેશોએ ગત મહિને એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. બ્રિટન, ફ્રાંસ અને જર્મનીએ ઇરાન પર મિસાઇલ અને પરમાણુ પ્રતિબંધ યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. ઇરાન અને ઇઝરાયેલમાં હમાસને લઇને ટકરાવ છે. ઇરાને ચેતવણી આપી છે કે જો ગાઝા પટ્ટી પર ઇઝરાયેલના હુમલા ના રોકાયા તો તે જવાબી કાર્યવાહી કરી શકે છે. તે પછી જ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધની આશંકા વધી ગઇ છે.