અંબાજી મંદિર ખાતે All India Anti-Terrorist Front ના ચેરમેન બિટ્ટાએ મા અંબાનાં દર્શન કર્યાં હતાં. અંબાજી ખાતે AIATFના ચેરમેન M.S બિટ્ટાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, માતાજીના દરબારમાં બેસીને કહું છું કે મારા જીવતા ખાલિસ્તાન નહિં બનવા દઉં. પાકિસ્તાનને આડેહાથ લેતા કહ્યું કે, ભૂખા નંગા પાકિસ્તાન ક્યા હમસે લડેગા. તૂટેલા-ફૂટેલા અને પાપી લોકોએ ભેગા મળીને ઇન્ડિયા નામનું સંગઠન બનાવ્યું છે.