જમ્મુ-કાશ્મીરના પહાડી ક્ષેત્રમાં હળવી હિમવર્ષા શરુ થઈ છે અને નવરાત્રી પુરી થતા જ ધીમે ધીમે શિયાળાનું જોર વધવા લાગશે તથા હિમાચલમાં લદાખથી ચીન સાથેની લાંબી સરહદો તથા જમ્મુ-કાશ્મીરમાં પાક કબજાના કાશ્મીર નહી અનેક ક્ષેત્રમાં સીમા પર ભારે હિમવર્ષાની શકયતા નિહાળતા હવે ભારતીય સૈન્યએ ઘુસણખોરી કે પાક અથવા ચીનનું કોઈ દુ:સાહસ રોકવા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીના ઉપયોગ વધારી સૈનિકોને પહાડી ક્ષેત્રમાં અત્યંત ઉચાઈએથી પાછા-સલામત સ્થળે ડિપ્લોય કરવાની પ્રક્રિયા શરુ કરી છે.
શિયાળામાં હિમાચલ ક્ષેત્રમાં ગ્લેસિયર પર ભારે હિમવર્ષા બની હોય છે અને તાપમાન માઈનસ 50-70 ડિગ્રી સુધી પહોચી જતું હોય છે જેમાં સૈનિકો માટે અહી રહેવું મુશ્કેલ છે પણ 1999માં જે રીતે ભારતના રીપ્લોયમેન્ટનો ગેરલાભ લઈને પાક સૈનિકો છેક કારગીલથી ટોચની પહાડીઓ સુધી પહોંચી ગયા છે અને ભારતના પોઈન્ટ પર કબજો કર્યો તે છોડાવવા માટે આપણે મોટું સૈન્ય ઓપરેશન કરવું પડયું હતું. જેમાં 500થી વધુ સૈનિકોની શહીદી પણ સ્વીકારવી પડી હતી પણ હવે ભારતીય સેનાએ આ પ્રકારના પાક દુસાહસને રોકવા હવે ટેકનોલોજીનો મહતમ ઉપયોગ શરુ કરી દરેક એન્ટ્રી પોઈન્ટ પર સતત ‘વોચ’ રખાશે.
આ પ્રકારના પોઈન્ટ પર નાના સેટેલાઈટ છે જે 24 બાય 7 સતત દ્રશ્યો વિડીયો મોકલશે અને ઓડીયોમાં જોખમી ક્ષેત્રમાં સૈનિકોને ડિપ્લોટમેન્ટ કરાતા નથી. ઉપરાંત સરહદી ક્ષેત્રમાં ઓલ-વેધર માર્ગ બાંધકામ તથા નાની હવાઈપટ્ટીથી સૈનિકોને પહોંચાડવા કે એરલીફટ કરવાની સુવિધા છે. ખાસ પ્રકારના થર્મલ કેમેરાથી સરહદ પરની હિલચાલ પકડી શકે છે અને થોડે દુર સૈનિકો માટે સુવિધાયુક્ત ચોકીઓ બાંધવામાં આવી છે. જયાં તેઓને ઠંડી-હિમવર્ષા અને અત્યંત નીચા તાપમાન સામે તમામ સુરક્ષા મળે છે. પાક તથા ચીનની સેનાને પણ તેના સૈનિકોને પાછળ હટાવવા ખાસ ફરજ પાડવામાં આવશે. ચીન સાથે ટકકરના પ્રતિક જેવી ગલવાન વેલી- પેંગોગ લેંક- સહિતના સ્થળો પર ઉંચી પહાડીઓ પરથી નજર રખાશે.