એક સમયે દેશમાં અનેક મંદિરો સુવર્ણ જડીત હતા અને મોગલો સહિતના વિદેશી હુમલાખોરોએ જે રીતે ભારતના ખજાના લુટયા તેમાં આ મંદિરોને પણ બાકાત રખાયા ન હતા જેમાં સોમનાથ મંદિરને પુન: સ્વર્ણ જડિત કરવાની પ્રક્રિયા અંતિમ તબકકામાં છે અને અયોધ્યામાં રામલલાના મંદિરને પણ સ્વર્ણજડીત કરશે.
મંદિર નિર્માણમાં સોનાની ઈંટોની પણ ભેટ મળી હતી. ઉપરાંત દેવદેવીઓ માટે સોનાના આભૂષણોનો પણ પ્રવાહ આવી રહ્યો છે. આ તમામ આભૂષણોને સાચવવા અને તેની ગણતરી રાખવી અશકય છે તેથી તેનું ઈંટમાં રૂપાંતર કરી દેવાશે અને જે ગર્ભગૃહ છે તેના 14 દ્વારોને સુવર્ણ જડિત કરવાની કામગીરી મુંબઈના એક મોટા સ્વર્ણ કારોબારીએ ઉપાડી લીધી છે અને તે કામગીરી હવે શરૂ થશે. બીજી તરફ અયોધ્યાએ 10 સ્થાનો પર રામ સ્થંભ લાગશે. મૂળ યોજનાનો અયોધ્યાથી રામેશ્ર્વરમ પર 290 જે રામસ્થંભ લગાવાની યોજના છે તેનો પ્રારંભ રામનગરીથી થશે. પ્રથમ રામસ્થંભ અયોધ્યા ધામ પાસે મણીપર્વત પર લગાવાશે. રાજસ્થાનનો માઉન્ટ આબુમાં આ રામસ્થંભ તૈયાર થયા છે જે અહીની વિખ્યાત ગુલાબી પહાડી પાટી તથા ખડકોથી નિર્મિત થયા છે.
દિપાવલી નજીક આવતા જ અયોધ્યા હવે ભગવાન શ્રી રામના નવનિર્મિત ભવ્ય મંદિરના પુન:સ્થાપન તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીમાં છે અને આ દિપાવલી અને આગામી વર્ષે જાન્યુઆરીમાં તા.24ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે રામલલ્લાની મૂર્તિઓના પૂજન વિ.ની તૈયારીઓ થઈ રહી છે.