ડીજીટલ યુગમાં ગુજરાત સાયબર માફીયાઓનું ટારગેટ બની રહ્યું છે અને અમદાવાદ તથા સુરત સાઈબર ક્રાઈમનાં હોટ સ્પોટ બન્યાનો ચોંકાવનારો રીપોર્ટ જાહેર થયો છે. આઈઆઈટી-કાનપુર સંલગ્ન સંગઠન ફયુચર ક્રાઈમ રીસર્ચ ફાઉન્ડેશનના રીપોર્ટમાં હેવાયું છે કે અમદાવાદ તથા સુરત દેશનાં નવા સાઈબર ક્રાઈમ હોટસ્પોટ તરીકે ઉભર્યા છે.
2020 થી 2023 દરમ્યાનની સાઈબર ફ્રોડની ઘટનાઓનાં વિશ્ર્લેષણના આધારે તૈયાર કરાયેલા રીપોર્ટમાં એમ કહેવાયું છે કે 18 રાજયોના 83 નાના મોટા શહેરો સાઈબર ક્રાઈમ ઓનલાઈન ફાઈનાન્સીયલ ફ્રોડ તથા હેડીંગ તથા મોબાઈલ આધારીત ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં વૃધ્ધિ થઈ રહી છે અને તે ઘણી ચિંતાજનક છે. રીપોર્ટમાં એવુ નોંધવામાં આવ્યું છે કે કેવાયસીમાં બેદરકારી, કર્મચારીઓને તાલીમ આપવામાં ઢીલ તથા અર્ધ શિક્ષિતોની ભરતી અને વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્થ (વીપીએન) ના ઉપયોગને કારણે સાઈબર અપરાધીઓને ઓનલાઈન ગુના આચરવામાં સરળતા થઈ જાય છે.
એક સીનીયર પોલીસ અધિકારીને ટાંકીને એમ કહેવામાં આવ્યુ હતું કે છેલ્લા 16 મહિનામાં ટાસ્ક અને મોબાઈલ આધારીત ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં મેટો વધારો થયો છે. અમદાવાદ પોલીસે આવી અમુક ગેંગને પકડી લીધી હોવાથી ઘણા અંશે નુકશાન અટકાવી શકાયું છે.દેશભરમાં પથરાયેલી ગેંગનાં સભ્યો ગુજરાતમાં પણ છે અને તેની તપાસ ચાલી રહી છે. ગત જુલાઈમાં કરોડો રૂપિયાની ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ ફ્રોડનો હૈદરાબાદ પોલીસે ભાંડો ફોડયો હતો. તેની તપાસ મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, સુધી પહોંચી હતી અને 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગત 11 સપ્ટેમ્બરે ટાસ્ક ફ્રોડમાં ઈસનપુરની વ્યકિતએ 2.51 કરોડ ગુમાવ્યા હતા. દેશમાં સૌથી મોટુ સાયબર ક્રાઈમ સ્ટેટ પશ્ચીમ બંગાળ છે. જયાં 14 શહેરો ઈબર હબ હોવાનું જણાયું છે. ઉતર પ્રદેશમાં આવા 11 સાઈબર હબ છે આ શહેરોમાંથી ઓનલાઈન ઠગાઈ, હેડીંગ જેવા કૃત્યો વધી રહ્યા છે.