અમદાવાદની શાન અને ઓળખ ગણાતી પતંગ હોટલ 4 વર્ષના વિરામ બાદ ફરીથી શરૂ થવાની છે.કોરોના અગાઉ રીનોવેશન માટે હોટલ બંધ થઈ હતી જે હવે ફરીથી શરૂ થવા જઇ રહી છે.
નવા અંદાજમાં હવે પતંગ હોટલ જોવા મળશે.ભારતની પ્રથમ પ્રોજેકટર મેપિગ હોટલ હશે.જે પ્રમાણે દુબઈમાં બુર્જ ખલીફા પર અલગ અલગ દ્ર્શ્યો જોવા મળે છે તે પ્રકારના દ્ર્શ્યો હવે પતંગ હોટલ પર પણ જોવા મળશે. આ ઉપરાંત અનેક નવા ફેરફાર સાથે પતંગ હોટલ શરૂ થશે.1983માં ભારતે ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો તે જ વર્ષમાં પતંગનો પણ જન્મ થયો હતો. 1983થી 2023 સુધીની 40 વર્ષની સફર રહી છે તે સમયે મોટા બિલ્ડિંગમાં ફકત અપના બજાર અને SBI બેંક જ હતી. ત્યારબાદ આશ્રમ રોડ,સી.જી રોડ,એસ.જી રોડ તથા હવે એસ.પી રીંગ રોડ પણ પતંગ હોટલ બાદ બન્યા છે. 2007માં સુપર સ્ટાર હેમા માલિની દ્વારા પતંગ હોટલના ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 2010માં.પતંગ પરથી 572 તુક્કલ ચઢાવવાનો નેશનલ રેકોર્ડ તૂટ્યો હતો. શ્યામલ સૌમિલ અને તુષાર શુક્લા દ્વારા અમદાવાદ વિશે ગીતો લખ્યાં અને બુક પણ પ્રકાશિત કરવામાં આવી હતી.