Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભુતનાથ મંદિરના પ્રાંગણમાં શનિવારથી મોરારિબાપુની રામકથા : મહુવા કથામય

૧૯૦ વીઘામાં વિશાળ કથા મંડપ તૈયાર થઈ રહ્યો છે તેમાં ૩૦,૦૦૦ લોકો કથાનું શ્રવણ અને ૧૦,૦૦૦ લોકો એક સાથે પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા

dharmendravaghela by dharmendravaghela
2023-10-25 13:57:09
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવાના વડલી ગામ પાસે આવેલ પ્રાચીન અને ઐતિહાસીક મહત્વ ધરાવતાં ભુતનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં પૂ. મોરારીબાપુના સંકલ્પથી અને તેઓનાં મુખે ગવાનારી “માનસ ભૂતનાથ” રામ કથાનો આગામી શનિવાર ૨૮ તારીખથી પ્રારંભ થશે.


તલગાજરડા અને વડલી ગામની વચ્ચે ઉભાં કરાયેલા વિશાળ સમીયાણા આ કથાનું મંગલ ગાન થશે. આ કથા વિશેષ રીતે મહત્વ એટલે ધરાવે છે કે પૂજ્ય મોરારીબાપુ એ ગત વર્ષે મહુવા ખાતેના ભવાની ભવાની મંદિર ખાતે યોજાયેલી રામકથામાં જાહેરમાં સંકલ્પ જાહેર કરીને દાનાભાઈ ફાફડાવાળાના યજમાન પદે કથા યોજવાની જાહેરાત કરેલી અને તેનું નામાભિધાન માનસ ભૂતનાથ પણ તે જ કથામાં કરી દેવામાં આવ્યું હતું. આ કથા તલગાજરડાના વાયુમંડળની ૨૧મી કથા છે તથા પુ.બાપુના મુખેથી ગવાયેલી કુલ કથાઓ પૈકીના ક્રમમાં ૯૨૬મી કથા છે.


કથાની તૈયારીના ભાગરૂપે ૧૯૦ વીઘા જમીનમાં વિશાળ કથા સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ૩૦.૦૦૦ લોકો કથાનું શ્રવણ કરી શકે તેવો સવા લાખ ચોરસ ફુટનો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. તેમની બાજુમાં જ એક સાથે ૧૦,૦૦૦ લોકો ભોજન પ્રસાદ લઈ શકે તેવું પ્રસાદ ગૃહ બનાવવામાં આવ્યું છે. ભજન ભોજનના આ ભવ્ય સત્કાર્યમાં મહુવા, ભાવનગર જિલ્લા સહિત દેશ દુનિયાના લોકોને પધારવા જાહેર નિમંત્રણ અપાયું છે.
કથાની પૂર્વ તૈયારી રૂપે મહુવાની વિવિધ સંસ્થાઓ, સામાજિક સંગઠનો કથાના સમગ્ર આયોજનમાં વિશિષ્ટ રીતે જાડાઈ છે તેથી સમગ્ર મહુવા ફરી એકવાર કથામય બની રહ્યું છે.

 

Tags: mahuvamoraribapu kathavadali
Previous Post

કોર્પોરેશનના રાસોત્સવમાં રંગ જામ્યો

Next Post

આતાભાઈ ચોકમાં મહાકાળી માતાનો સ્વાંગ યોજાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
આતાભાઈ ચોકમાં મહાકાળી માતાનો સ્વાંગ યોજાયો

આતાભાઈ ચોકમાં મહાકાળી માતાનો સ્વાંગ યોજાયો

બાંગ્લાદેશ સામે સાઉથ આફ્રિકાનો શાનદાર વિજય, પોઈન્ટ ટેબલમાં થયા મોટા ફેરફાર, ન્યુઝીલેન્ડની ટીમને થયું ભારે નુકસાન

બાંગ્લાદેશ સામે સાઉથ આફ્રિકાનો શાનદાર વિજય, પોઈન્ટ ટેબલમાં થયા મોટા ફેરફાર, ન્યુઝીલેન્ડની ટીમને થયું ભારે નુકસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.