જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સૈન્યદળોને વધુ ત્રણ આતંકીઓને ઠાર મારવામાં સફળતા મળી છે. અગાઉ બે આતંકીઓના ઢીમ ઢાળી દીધા હતા. પરિણામે અત્યાર સુધીમાં કુલ પાંચ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે. આ અંગેની જાણકારી જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને જણાવી છે.
સુરક્ષા દળોને કુપવાડા જિલ્લાના મચ્છલ સેક્ટરમાં આતંકીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી. જે બાદ સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસે સમ્રગ વિસ્તારને કોર્ડન કરીને સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમિયાન આતંકીઓએ સેના પર ગોળીબાર શરૂ કરી દીધો. પરિણામે વળતો જવાબ આપવા ભારતીય સેનાએ પણ ગોળીબાર કર્યો હતો. જેમાં અત્યાર સુધીમાં પાંચ આતંકીઓને ઠાર મારવામાં સફળતા મળી છે.
સેનાએ આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવી છે, જે અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને જણાવ્યું કે, સૈન્ય દળોએ વધુ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. હાલ ઓપરેશન ચાલી રહ્યું છે તેમ કાશ્મીરના એડીજીપીએ જણાવ્યું છે.






