રખડતાં ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તા, ટ્રાફિક સહિતના મુદ્દે હાઈકોર્ટમાં થયેલી કન્ટેમ્પ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે ત્રણ ઉચ્ચ અધિકારીઓને હાજર થવા ફરમાન કર્યું છે. અમદાવાદ કોર્પોરેશનના કમિશનર, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અને શહેર પોલીસ કમિશનર અથવા તેમની સમકક્ષ જવાબદાર અધિકારીને આજે હાઈકોર્ટ સમક્ષ હાજર થવા હુકમ કર્યો છે.
રખડતાં ઢોરોના ત્રાસ સહિતના મુદ્દે હાઈકોર્ટે જારી કરેલા વારંવારના હુકમોનું શા માટે હજુ સુધી પાલન થયું નથી અને તંત્ર કેમ નિષ્ફળ રહ્યું છે તે મુદ્દે ખુલાસો કરવા તાકીદ કરાઈ છે. મહત્ત્વનું છે કે રખડતાં ઢોરને લઈ સરકારે કાયદો ઘડ્યો હોવા છતાંય આ સમસ્યા વકરી રહી છે. જેનાથી હાઈકોર્ટ નારાજ છે.