દિવાળી પહેલા ફરી એકવાર 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. 1 નવેમ્બરથી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 1833 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. આ પહેલા દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1,731.50 રૂપિયા હતી. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે 1 નવેમ્બરથી 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 102 રૂપિયાનો વધારો કરવામાં આવ્યા બાદ હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1833 રૂપિયામાં મળશે.
નોંધનીય છે કે, ગયા મહિને જ સરકારે 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડર પર રાહત આપી હતી અને બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો હતો. હવે તેના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એક મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 300 રૂપિયાથી વધુનો વધારો થયો છે. 1 ઓક્ટોબરે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં લગભગ 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.