ભારત વર્લ્ડકપમાં તેની સાતમી મેચ આજે રમશે. તે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાના પડકારનો સામનો કરશે. આ જ સ્ટેડિયમમાં 12 વર્ષ પહેલા 2011માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતે 2011 અને 2019માં જીત મેળવી હતી. શ્રીલંકાએ 1979, 1996 (બે વખત) અને 2007માં જીત મેળવી છે. ભારતે 1999, 2003, 2011 અને 2019માં જીત મેળવી છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે મેચ શરૂ થશે. આ વર્લ્ડ કપમાં ભારતની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચેની મેચોની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે નવ મેચ રમાઈ છે. બંનેનું સંતુલન સમાન છે. ભારત અને શ્રીલંકાએ ચાર-ચાર મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી હતી.