ભારતના ડીજીટલ સ્વપ્નાને સાકાર કરવા માટે મોદી સરકારની તૈયારીમાં હવે આગામી સમયમાં મંદિરોથી લઈને પંચાયત સુધીના પેમેન્ટ પણ ડીજીટલ થઈ જશે અને તેમાં રીસીપ્ટ પણ તાત્કાલીક જે તે મંદિર-પંચાયત તરફથી ડીજીટલી ઉપલબ્ધ બનાવી દેવાશે.
આ નવી સીસ્ટમને પર્સન-ટુ ગવર્મેન્ટે પેમેન્ટ સીસ્ટમ તરીકે ઓળખવામાં આવી છે. નેશનલ ઈન્ફોમેટીક સીસ્ટમ તે એક એવું એપ્લીકેશન તૈયાર કર્યુ છે. જે તમામ પ્રકારના પેમેન્ટ ડીજીટલી સ્વીકારશે. જેમાં તે ઈન્વોસ પણ જનરેટ કરી શકશે અને સરકારના અલગ અલગ વિભાગોમાં જયાં તે જમા કરવાના હશે તેમાં જમા થઈ જશે જે રીતે ટ્રાફિક ચલણ ડીજીટલ બન્યા છે તે સીસ્ટમ વધુ વ્યાપક રીતે અહી લાગુ પડાશે અને તે છેક ગ્રામ્ય સ્તર સુધી જશે. મહાપાલિકાની પંચાયત ચુંટણીની પેમેન્ટ સીસ્ટમ ડીજીટલી બની જશે. આ માટે એક સ્માર્ટ પેમેન્ટ સેન્ટર પણ ખુલશે અને તે કયુઆર કોડ પર ચાલશે. આ ઉપરાંત ભવ્ય મંદિરોના ડોનેશન પણ ડીજીટલ જ બનાવાશે.