Thursday, April 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસે : સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ'ના સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

dharmendravaghela by dharmendravaghela
2026-02-28 11:36:54
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત આજથી સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં હબ બનવા જઈ રહ્યું છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.આ પહેલા તેઓ રાજસ્થાનમાં વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ સ્વાસ્થ્ય સેવા અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જતી અનેક મહત્વકાંક્ષી યોજનાઓની ભેટ આપશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી મહિલાઓમાં સર્વાઈકલ કેન્સર અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનની શરૂઆત કરશે અને ગુજરાતમાં સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં એક અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન સવારે અંદાજે 11:30 વાગ્યે રાજસ્થાનના અજમેર પહોંચશે, જ્યાં તેઓ 16,680 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. આ પ્રવાસની સૌથી મહત્ત્વની કડી 14 વર્ષની કિશોરીઓ માટે ‘હ્યુમન પેપિલોમાવાયરસ’ રસીકરણ અભિયાન છે. આ રસી મહિલાઓમાં થતા સર્વાઈકલ કેન્સરને રોકવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે. આ ઉપરાંત, પીએમ મોદી રાજ્યના 21,800થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો પણ એનાયત કરશે.

બપોરે અંદાજે 3:45 વાગ્યે વડાપ્રધાન ગુજરાતના સાણંદ ખાતે પહોંચશે. અહીં તેઓ ‘માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ના સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. 22,500 કરોડથી વધુના ખર્ચે બનેલો આ પ્લાન્ટ ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનમાં મજબૂત સ્થાન અપાવશે. ખાસ વાત એ છે કે, આ પ્લાન્ટમાંથી ભારતમાં બનેલી પહેલી સેમિકન્ડક્ટર મેમરી ચિપનું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ પણ શરૂ થઈ ગયું છે.

ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલો આ પહેલો પ્રોજેક્ટ છે, જેનું શિલાન્યાસ સપ્ટેમ્બર 2023માં કરવામાં આવ્યું હતું. માત્ર ટૂંકા ગાળામાં નિર્માણ કાર્ય પૂર્ણ કરીને ઉત્પાદન શરૂ કરવું એ ભારતની બદલાતી કાર્યક્ષમતા અને વ્યૂહાત્મક રોકાણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પીએમ મોદીના આ પ્રવાસથી ગુજરાતમાં રોજગારીની નવી તકોની સાથે હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ મોટી તેજી આવવાની અપેક્ષા છે.

Tags: gujaratmodisanandsemi coundcter plant
Previous Post

ગુનેગારોએ હવે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલનો ઉપયોગ કરી વિસ્ફોટકો બનાવ્યા

Next Post

અફઘાન સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશી અને રોહિંગ્યાને મલેશિયા લઈ જતી હોડી આંદામાન સમુદ્રમાં ડૂબી

April 15, 2026
અમદાવાદમાં ED ઇડી દ્વારા રેડ
તાજા સમાચાર

આમ આદમી પાર્ટીના સાંસદ અશોક મિત્તલ અને પુત્રના નિવાસે ઇડીના દરોડા

April 15, 2026
લંડનમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ
તાજા સમાચાર

ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

April 15, 2026
Next Post
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!

અફઘાન સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી

લદાખમાં નિર્માણ થશે દુનિયાની સૌથી ઊંચી ટનલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.