Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

dharmendravaghela by dharmendravaghela
2026-09-12 11:59:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ED એ ૨૦૧૬ના ગ્રામ પંચાયત વિકાસ અધિકારી પરીક્ષા કૌભાંડમાં દેહરાદૂન સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતના પીએ ચંદનસિંહ જીનાનું ઘર પણ સામેલ હતું. તપાસ દરમિયાન ED ને ૩૨ લાખની બિનહિસાબી રોકડ, આશરે ૨૦૦.૫ ગ્રામ સોનું અને ૧૨ લક્ઝરી ઘડિયાળો મળી આવી હતી. ઉપરાંત, એજન્સીએ જીના અને તેમના પરિવારના બેંક ખાતાઓમાં ૫૨.૧ લાખ પણ ફ્રીઝ કર્યા છે અને તેમનો મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે જપ્ત કર્યો છે.
દરોડા બાદ હરીશ રાવતે જણાવ્યું હતું કે તેમના સહયોગી પર લાગેલા આરોપો જો સાબિત થશે તો તે શરમજનક બાબત હશે, પરંતુ તેઓ હાલ આ આરોપોને માનતા નથી. તેમણે આ કાર્યવાહીને રાજકીય ષડયંત્ર ગણાવતા આરોપ લગાવ્યો હતો કે ચૂંટણીનું વાતાવરણ ખરાબ કરવા માટે આ રમત રમાઈ રહી છે. પાર્ટીની વિશ્વસનીયતા જાળવવા માટે તેમણે રાજ્ય કારોબારી અને કોંગ્રેસ કાર્યકારી સમિતિમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
પોતાના કાર્યકાળને યાદ કરતા રાવતે જણાવ્યું કે તેમના સમયે ૪૨,૦૦૦ થી વધુ સરકારી ભરતીઓ થઈ હતી. ભરતી પંચના તત્કાલીન અધ્યક્ષની નિમણૂક અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભુવન ચંદ્ર ખંડુરીની સલાહ અને યોગ્યતાના આધારે જ નિમણૂક કરાઈ હતી. જોકે, ફરિયાદો મળતા જ તે અધિકારીને હોદ્દા પરથી હટાવી દેવાયા હતા. રાવતે અજાણતાં થયેલી કોઈપણ ભૂલ માટે યુવાનો અને રાજ્યના લોકોની માફી પણ માંગી હતી.

Tags: Congressharish rawat resignUttarakhand
Previous Post

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

dharmendravaghela

dharmendravaghela

Related News

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
10 વર્ષ પછી ભારતમાં સાથે દેખાશે મોદી-પુતિન-જિનપિંગ
તાજા સમાચાર

10 વર્ષ પછી ભારતમાં સાથે દેખાશે મોદી-પુતિન-જિનપિંગ

September 12, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.