ભારતના ઘણા શહેરોમાં વધી રહલા વાયુ પ્રદૂષણને કારણે લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થઇ રહી છે. ઘણા શહેરોમાં ખરાબ હવાના કારણે લોકો શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. ખાસ કરીને દિલ્હી-મુંબઈ જેવા મેગા શહેરોમાં હવાની નબળી ગુણવત્તા ચિંતાનો વિષય બની છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ મહત્વનો નિર્ણય નિર્ણય લીધો છે. દિલ્હી અને મુંબઈમાં યોજાનારી આગામી વર્લ્ડકપ મેચોમાં આતશબાજી કરવામાં નહિ આવે. રોહિત શર્માએ મુંબઈની હવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ભારતીય ક્રિકેટ ટીમની મેચ શ્રીલંકા સામે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં રમાશે. જ્યારે દિલ્હીમાં આગામી 6 નવેમ્બરના રોજ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. જય શાહે જણાવ્યું હતું કે મેં આ મામલો ઔપચારિક રીતે ICC સમક્ષ ઉઠાવ્યો હતો. ત્યાર બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે મુંબઈ અને દિલ્હીમાં યોજાનારી મેચોમાં ફટાકડા ફોડવામાં આવશે નહીં કારણ કે તેનાથી પ્રદૂષણનું સ્તર વધુ વધી શકે છે. બોર્ડને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ અંગે ચિંતા છે. બોર્ડ ચાહકોના સ્વાસ્થ્ય અને સલામતીનું ધ્યાન રાખશે.