દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાને ગુરુવારે દિલ્હીમાં બે અલગ-અલગ કેસમાં પૂછપરછનો કરવામાં આવશે. ED દિલ્હીના મુખ્યમંત્રીની કથિત દારૂ નીતિ કૌભાંડમાં પૂછપરછ કરવા જઈ રહી છે. જ્યારે મહુઆએ કેશ ફોર ક્વેરી એટલે કે રોકડ લઈને પ્રશ્નો પૂછવાના મામલે લોકસભાની એથિક્સ કમિટીના પ્રશ્નોના જવાબ આપવાનો છે.
ભાજપે બંને વિપક્ષી નેતાઓને તેમની પૂછપરછ મામલે આડે હાથ લીધા છે. એટલું જ નહીં પરંતુ તેમને નંબર ટુ પણ કહેવામાં આવી રહ્યાં છે. ગોડ્ડા, ઝારખંડના બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અરવિંદ કેજરીવાલ અને મહુઆ મોઇત્રાને નંબર ટુ કહ્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, બંને 2 નંબરી 2 નવેમ્બરે હાજર હોં, દિલ્હી દારૂ કૌભાંડને મામલે ભાજપ લાંબા સમયથી કેજરીવાલને પ્રહાર કરી રહી છે
AAPનું કહેવું છે કે કેજરીવાલ તેના પ્રશ્નોના જવાબ આપવા માટે EDની ઓફિસ જઈ શકે છે. ત્યારે તેમની ધરપકડ પણ થઈ શકે છે. મહુઆ સાથે આવું કઈ પણ થાય તેવુ જણાતુ નથી. પરંતુ આ પૂછપરછ પછી તેમની સ્વચ્છ છબી પર ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે ડાઘ લાગી શકે છે.