કેન્દ્રની મોદી સરકાર માટે થોડા જ દિવસોમાં ફરી એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. ફરી એક દેશની ઈકોનોમી દુનિયામાં સોથી ઝડપી વધતી જણાઈ રહી છે. જેને લઈ તમામ ગ્લોબલ એજન્સીઓએ સ્વીકાર્યું પણ છે અને સરાહના પણ કરી છે.
ભારત 3.7ટ્રિલિયન ડોલરની જીડીપીની સાથે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અમે s&p global મુજબ વર્ષ 2023 સુધી આનો આકાર 7300 અરબ ડોલર પહોંચી શકે છે. આ આંકડો જાપાનની જીડીપી પછાડી દેશે. s&p global મુજબ ભારતમાં ઘરેલૂ ઉત્પાદન 6.2 ટકાથી 6.3 ટકા સુધી વધવાની આશા છે. ગ્લોબલ એજન્સીએ જણાવ્યું કે, આવનારા સાત વર્ષમાં ભારત કમાલ કરી દેશે. વર્ષ 2030માં દુનિયાની સૌથી મોટી ત્રીજી ઈકોનોમી બની જશે, તેમજ બીજી તરફ અન્ય રિપોર્ટના અનુમાન મુજબ 2047 સુધી ભારત વિકસિત દેશ બની જશે.