જીએસટી ક્લેક્શનના માધ્યમથી સરકારની તીજોરી લગાતાર ભરાઈ રહી છે. ઓક્ટોમ્બર મહિનામાં જીએસટી આંકડો 1.70 લાખ કરોડ રૂપિયા પાર કરી ચુક્યો છે. જીએસટી નવમ્બર મહિનાના પહેલા દિવસે એટલે કે, 1 નવેમ્બર 2023ના રોજ ઓક્ટોબરમાં મહિનાના જીએસટી આંકડો જાહેર કરવામાં આવ્યો છે. જે આંકડો જોરદાર રકમ દર્શાવી રહ્યો છે. જે મુજબ ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1,72,003 કરોડ રૂપિયા છે. તેમાંથી 30,062 કરોડ રૂપિયા સીજીએસટી, 38,171 કરોડ રૂપિયા એસજીએસટી, 91,315 કરોડ રૂપિયા આઇજીએસટી અને 12,456 કરોડ રૂપિયા સેસ છે.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ જીએસટી કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે 11 ટકા વધારે છે. આ સાથે જ ગત વર્ષે ઓક્ટોબર મહિનાની તુલનામાં આ વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 13 ટકા વધારે રહ્યું છે. ઘરેલુ વ્યવહારોથી આવકમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે. ઓક્ટોબર-નવેમ્બરમાં નવરાત્રી, દશેરા, કરવા ચોથ, દિવાળી સહિતના ઘણા તહેવારો છે એટલે સરકારને સૌથી વધારે જીએસટી કલેક્શન મળ્યું છે. તહેવારોમાં લોકો છૂટથી વસ્તુઓ ખરીદતા હોય છે. ખરીદાયેલી વસ્તુઓ પર જીએસટી લાગે છે. આ રીતે લોકો જેટલી વધારે ખરીદી કરે તેટલી સરકારને જીએસટીની વધારે આવક થાય છે.