રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ ભાવનગરમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે વિનામૂલ્યે હોમીઓપેથી Âક્લનિક, રાહત દરનું દાંતનું દવાખાનું, વેÂક્સનેશન સેન્ટર,ગરીબ પરિવારોને રાશનમાં મદદરૂપ થવા માટે “સુદામા ની જાળી” મેડિકલ ઈÂક્વપમેન્ટ ઉપરાંત ગ્રામ કલ્યાણ, પર્યાવરણ જાળવણી, શૈક્ષણિક, વિદ્યાર્થીઓ, યુવાનો, †ી કેળવણી જેવા અનેક કાર્યો ભાવનગર ખાતે કરે છે. અત્યારે જ્યારે હાર્ટ એટેકના કેસિસ વધ્યા છે ત્યારે ૫૦,૦૦૦ કરતાં વધુ લોકોને સીપીઆરની ટ્રેનિંગ આપવાનું ભગીરથ કાર્ય પણ રોટરી રોયલ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
રોટરી રોયલ પોતાના આ સામાજિક કાર્યોને સમાજના વધુમાં વધુ લોકો સુધી પહોંચવા પહોંચાડવા માટે છેલ્લા બાર વર્ષથી દિવાળી પહેલા રાહત દરે શહેરનો સૌથી મોટો સુવિધાજનક ફટાકડા મોલ શરૂ કરી તેમાંથી પ્રાપ્ત થતી આવક ભાવનગરમાં વિવિધ સામાજિક કાર્યોમાં વાપરવામાં આવે છે. આ ફટાકડા મોલનું ભાવનગરના વાઘાવાડી રોડ પર ઘરશાળા સ્કૂલની સામે શાંતિ સ્કાય બિÂલ્ડંગમાં પરિમલ ચોક ખાતે યુવરાજ જયવીરરાજસિંહના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. આ ઉદઘાટન સમારંભમાં ભાવનગરના પ્રથમ નાગરિક મેયર ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેÂન્ડંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભાવનગરના અગ્રણી બિલ્ડર રૂબલભાઈ બંસલ, પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા, ભાવનગરના કમિશનર ઉપાધ્યાય, ભાવનગરના અગ્રણી બિલ્ડર ગિરીશભાઈ શાહ, ચેમ્બરના પ્રમુખ દિલીપભાઈ કામાણી, ડેપ્યુટી કમિશનર ફાલ્ગુનભાઈ શાહ, રંગોલી રિસોર્ટના મેનેજિંગ ડિરેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ, એ ડિવિઝન પી.આઇ પી.ડી પરમાર, અમુલભાઈ પરમાર, દાસ પેંડાવાળા બૈજુભાઈ મહેતા, સમર્થભાઈ મુની,ઘનશ્યામભાઈ ગોરસીયા, છગનભાઈ નાવડીયા તથા ડોક્ટર વિપુલભાઈ પારેખ વગેરે ઉપÂસ્થત રહી આ રોટરી રોયલના સેવાકીય કાર્યને પોતાનું પ્રોત્સાહન પૂરું પાડશે,પ્રમુખ મનહરભાઈ રાઠોડ દ્વારા આ ફટાકડા મોલનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરી ૧૦% ડિસ્કાઉન્ટ મેળવી રોટરીના સામાજિક કાર્યોમાં સહભાગી થવા તમામ લોકોને આહવાન કરેલ છે. રોટરી રોયલના આ પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ ચેરમેન તરીકે બિલ્ડર રો.કૃષ્ણદેવસિંહ સરવૈયાના નેતૃત્વમાં સમગ્ર આ પ્રોજેક્ટ થઈ રહ્યો છે.