રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી વિવિધ પડતર માંગોને લઈને સસ્તા અનાજના 17 હજાર દુકાનદારો હડતાળ પર ઉતર્યા હતા.ત્યારે સસ્તા અનાજ દુકાનદારોના સંચાલકોની મંત્રી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં દિવાળી તહેવાર બાદ બેઠક કરીને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે. જેના પગલે હાલ બંને એસોશિયન ચર્ચા કરીને હડતાળ સમેટી લીધી છે.
રાજ્યની સસ્તા અનાજની દુકાનધારકોના એસોશિએશન સાથે બેઠક બાદ તેમણે હડતાલ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે કાલથી રાજ્યની સસ્તા અનાજની દુકાનો ખુલ્લી રહેશે. રેશનિંગની દુકાન એસોશિએસનના આગેવાન પ્રહલાદ મોદીએ કહ્યું કે, આંદોલન સ્થગિત કરીએ છીએ. સરકાર આમાં કાચું કાપશે તો અમે ફરી હડતાળ કરીશું.