કૌન બનેગા કરોડપતિ 15માં હાલ ફેમિલી સ્પેશિયલ વીક ચાલી રહ્યું છે. જેમાં સ્પર્ધક તેના પરિવારના સભ્યો સાથે હોટસીટ પર બેસે છે અને પરિવારના સભ્યો સાથે પ્રશ્ર્નોના ઉત્તરની સાથે પરિવારના સભ્યો પોતાની વાતો શેર કરતા હોય છે. તાજેતરના એક એપિસોડમાં હોસ્ટ અમિતાભે પોતાના પરિવારની એક ખૂબ જ રસપ્રદ વાત કરી હતી.
અમિતાભ બચ્ચને પોતાના બિઝનેસમેન નાનાભાઇ અજિતાભને યાદ કરતાં જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે ભાઇ અજિતાભ જ મોટું કારણ હતું. અમિતાભે ભાઇ અજિતાભ સાથેની જૂની હૃદયસ્પર્શી તસ્વીરો જાહેર કરી હતી. ભાઇએ તેના માટે બોલીવૂડમાં નસીબ અજમાવવા માટે કરેલા પ્રયાસોને યાદ કરતાં જણાવેલ કે ભાઇએ મને કહેલું કે જો તારે ફિલ્મોમાં જવું જોઇએ.
અમિતાભે વધુમાં જણાવ્યું હતું કે અમે લોકો કોલકાતામાં નોકરી કરતા હતા તેમણે (અજિતાભે) મારી તસ્વીરો લીધી અને મોકલી દીધી એક કોન્ટેસ્ટમાં બચ્ચને ઉમેર્યું કે તસ્વીરો મોકલ્યા પછી ઓર્ગેનાઇઝર તરફથી કોઇ જવાબ નહોતો આવ્યો. આ ઘટનાએ તેના મનમાં મારા માટે અભિનયના બીજ રોપ્યા હતાં. અમિતાભનો નાનોભાઇ અજિતાભ તેનાથી પાંચ વર્ષ નાનો છે. અજિતાભ ફિલ્મી દુનિયાની ઝાકઝમાળથી દૂર પોતાની અંગત જિંદગી જીવે છે. અજિતાભ એક બિઝનેસમેન છે.