અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, શહેરના જાણિતા બિલ્ડર ગ્રુપ પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે અવિરત ગ્રુપ અને શિપરમગ્રુપ સહિત વધુ બે ગ્રુપ પર ITના દરોડા પડ્યા છે. બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના ટોચના બે બ્રોકર પણ ઇન્કમટેક્સ વિભાગના રડારમાં છે.
અવિરત ગ્રુપના કનુભાઈ પટેલ સંદીપભાઈ પટેલ અને બળદેવભાઈ પટેલની ઓફિસો, ઘરોમાં તપાસ ચાલી રહી છે. ઈન્કમટેક્સના 150થી પણ વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે આટલા મોટા પ્રમાણમાં ITના દરોડા પડ્યા બાદ બહોળા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળવાની શક્યતાઓ છે.