નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે ફિએસ્ટા યુવા ઉત્સવ ગત તા.૧ નવેમ્બરથી પ્રારંભ થયો છે જેમાં બીજા દિવસે ફેશન શો યોજાયેલ. જેમાં ૨૩ ટીમોએ ભાગ લીધો હતો. ભારતની સંસ્કૃતિની પરંપરા અનુસાર વિવિધતામાં એકતા ભારતની વિવિધતાની ઝાંખી દર્શાવવામાં આવી હતી.
ભારતીય સંસ્કૃતિમાં અને ભારતના વિવિધ પ્રાંતોમાં પ્રાંતીય પહેરવેશનું અનેરૂ મહત્વ છે. આથી આ સ્પર્ધામાં વિવિધ ટીમોએ ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર ફેશન શોમાં ભાગ લીધો હતો. ફેશન શોમાં ભારતીય સંસ્કૃતિ ઉપરાંત વીર રસ અને શૌર્યની મહેક કોલેજ કન્યાઓએ પ્રસરાવી હતી. વિવિધ ફેશનના વ†ો પરિધાન સાથે હાથમાં તલવાર લઇ શૌર્ય પણ દર્શાવ્યું હતું. ભારતના ઇતિહાસમાં ઝાંસીની રાણી, રાણી લક્ષ્મીબાઇ સહિતની વિરાંગનાઓ ઇતિહાસના ઉજળા પાને અમર છે જેની યાદ ફેશન શોમાં તાજી થઇ હતી.