ઈઝરાયલ-હમાસ યુદ્ધને હવે એક મહિનો થઈ ચૂક્યો છે. યુદ્ધ હવે બીજા મહિનામાં પ્રવેશ કરી રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. હવે આ મામલે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે ઈઝરાયેલ પર હમાસના હુમલાની નિંદા કરતા પેલેસ્ટાઈનના લોકોની પીડા અંગે પણ વાત કરી છે. ઓબામાએ કહ્યું કે, જો તમે તેનું સમાધાન ઈચ્છો છો તો તમારે સમગ્ર સત્ય સ્વીકારવાની જરૂર છે. કોઈના હાથ બેદાગ નથી.
હમાસના હુમલા બાદ ઈઝરાયલે ઓપરેશન શરૂ કર્યું અને યુદ્ધ હજુ સુધી લડવામાં આવી રહ્યું છે. આ યુદ્ધમાં 10 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને ઈજાગ્રસ્તોનો આંકડો પણ સતત વધી રહ્યો છે. આ વચ્ચે અમેરિકા સહિત દુનિયાભરના અનેક દેશ ઈઝરાયલના સમર્થનમાં છે તો અરબ અને મુસ્લિમ દેશ પેલેસ્ટાઈનનો સાથ આપતા હમાસની કાર્યવાહીનો યોગ્ય બતાવી રહ્યા છે. આ યુદ્ધને લઈને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
ઓબામાએ ફરીએકવાર ઈઝરાયલ-હમાસ યુદ્ધની નિંદા કરી છે, પરંતુ તેમણે તેની સાથે જ એ પણ કહ્યું કે, તમારે અસહનીય કબજા પર પણ વિચાર કરવો પડશે. ઓબામાએ કહ્યું કે, આ યુદ્ધ વર્ષો જૂનું છે જે હવે સામે છે. ઓબામાએ ન માત્ર 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર હુમલાની નિંદા કરી પરંતુ તેમણે પેલેસ્ટાઈનમાં નાગરિકોની પીડા અંગે પણ વાત કરી.
ઓબામાએ કહ્યું કે, હમાસે જે કર્યું તે ભયાવહ હતું અને તેને અવગણી ન શકાય, પરંતુ આ પણ સત્ય છે કે જે પેલેસ્ટાઈનીઓની સાથે થઈ રહ્યું છે તે પણ અસહનીય છે. પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ પણ સત્ય છે કે યહૂદી લોકોનો એક ઈતિહાસ છે જેને ત્યાં સુધી ફગાવી શકાય છે ત્યાં સુધી આપણે મોટા યહૂદી વિરોધી ભાવનાના પાગલપન અંગે કહાનીઓ ન જણાવીએ જે સત્ય છે તે આ છે કે હજુ આ યુદ્ધમાં જે લોકો મરી રહ્યા છે, તે એવા લોકો છે, જેમનું હમાસના કૃત્ય સાથે કોઈ લેવા-દેવા નથી.
ઓબામાએ કહ્યું કે, જો તમે તેનું સમાધાન ઈચ્છો છો તો તમારે સમગ્ર સચ્ચાઈ સ્વીકારવાની જરૂર છે. કોઈના હાથ બેદાગ નથી. તેમણે સંપૂર્ણ સત્ય જાણવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે, જ્યારે ઈઝરાયલ-હમાસ યુદ્ધની વાત આવે છે તો સંતુલન બનાવવું ખુબજ જરૂરી છે.