સ્વચ્છતા હી સેવા અભિયાન વિવિધ સરકારી કચેરીઓથી લઇ વિધાનસભા સુધી ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદીના સ્વચ્છતાના મંત્રને વધુ સુદ્રઢ બનાવવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કમર કસી છે ત્યારે ભાવનગરમાં પણ વહિવટી અને મ્યુ. તંત્ર દિવસોથી સ્વચ્છતાને જ જીવનમંત્ર બનાવી કાર્યરત બન્યું છે અને ભાવનગર શહેર અને જિલ્લામાં ખુણે ખુણે સફાઇ હાથ ધરાઇ છે. શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ સઘન રીતે ચાલી રહી છે ત્યારે મ્યુ. કમિશનર ઉપાધ્યાયે આજે મહાપાલિકા બિલ્ડીંગમાં જુદા જુદા વિભાગોની કચેરીઓમાં રૂબરૂ થઇ સ્વચ્છતા નિહાળી હતી સાથે રેકર્ડ વર્ગિકરણ કરવા તેમજ લોકો સાથે સીધા સંપર્ક ધરાવતા વિભાગોમાં અરજદારો માટે બેઠક વ્યવસ્થા કરવા સબંધિતોને સુચના આપી હતી. કચેરીઓમાં દસ્તાવેજાના આમથી તેમ ફંગોળાઇ રહેલા પોટલાઓને રાખવા માટે વ્યવÂસ્થત આયોજન કરવા માટે જણાવ્યું હતું. આમ ઘર આંગણે સ્વચ્છતા માટે અધિકારી-કર્મચારીઓને કમિશનરે ટકોર કરી હતી.






